Gujarati Quote in Whatsapp-Status by Ranna Vyas

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી કૃષ્ણ – મારી દૃષ્ટિ એ
આંખ બંધ કરતાં પહેલી ઝલકે કૃષ્ણ શબ્દ સાંભળી મને બાળ કૃષ્ણ નું સ્વરૂપ દેખાય. ભાગવત માં વર્ણન જ એવું થયું છે કે એક ચપળ, ખંતીલ છતાં મોહક બાળ જે દરેક માતા ઝંખે. યોગ્ય વર સાથે બહેન નાં લગ્ન થાય તે માટે બહેન ના હરણ નું સુચન આપે એવો ભાઈ. તેર વર્ષે કુસ્તી કે મલ્લ યુદ્ધ માં પુખ્ત ઉંમર ના રાજા કંસ ને હરાવનાર સશક્ત કિશોર. જરાસંધ ના સતત હુમલા થી બચવા મથુરા છોડી દ્વારકા સ્થળાંતર કરવા જેણે સુચન કર્યું એ શાણો યુવાન.
એક આદર્શ પુત્ર,આદર્શ ભાઈ અને આદર્શ યુવાન. જેના આચરણ માં થી જ ઘણું શીખવાનું મળે. એટલે એ પરમ ગુરુ. હા, કૃષ્ણ મારી દ્રષ્ટિએ પરમ ગુરુ.મહાભારત માં વિકટ માં વિકટ સંજોગો દરમ્યાન ક્યારેય શ્રી કૃષ્ણ એ આવેશ માં કોઈ વર્તન કર્યું નથી. ગીતા માં જે સ્થિતપ્રજ્ઞ પુરુષ નું વર્ણન છે તે કદાચ શ્રી કૃષ્ણ પોતે જ છે. ગીતા નો મર્મ પામનાર માટે ઘણા પ્રશ્નો ઉદભવે જ નહી.
પોતાને હિંદુ ગણાવતો બહોળો વર્ગ જો ગીતા નો કર્મ યોગ સમજે તો કામચોરી કે ભ્રષ્ટાચાર માટે અવકાશ ન રહે પણ આજે ભક્તિ ને નામે યાંત્રિક – ઉપવાસ-પૂજા પાઠ અને અન્ય પાખંડ આચરનાર લોકો ઘણા છે. જન્માષ્ટમી એ ઉપવાસ નહી કરો

Gujarati Whatsapp-Status by Ranna Vyas : 111028833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now