રાધા ઘેલો કાન
ઓરે ! ઓ રાધા, તે શું રે કીધું ?
કાનાનું દલડું, તે ચોરી લીધું .
ઓરે ! ઓ રાધા...
રાત- દિવસ એ બંસી બજાવે.(2)
બંસી બજાવી એતો, તૂને બોલાવે.
બંસી બજાવી ગોકુલ ઘેલું કીધું.
ઓરે ! ઓ રાધા....
યશોદાનો કાન માખણ, ખાતો નથી,(2)
કેમ ગોપીઓની મટકી, ફોડતો નથી?
શીદ તોફાની કાનને , ડાહ્યો કીધો ?
ઓરે ! ઓ રાધા...
નંદનો કિશોર , ધેનુએ જતો નથી.(2)
ને ' યશોદાનું કહ્યું, કાને ધરતો નથી.
તે નટખટ કાનને શીદ ઘેલો કીધો ?
ઓરે ! ઓ રાધા...