પુરીમાં ચમચીથી કાણાં પાડવા મમ્મી બેસાડતી એવી સાતમ આઠમ હવે નથી આવતી...
હાથમાં લઈ પતરાં ના દેડકાં ટક ટક કરતા મેળામાં જઇએ એવી સાતમ આઠમ હવે નથી આવતી...
લાકડા ના ટ્રક માં દોરી બાંધી ફેરવતા.
એવી સાતમ આઠમ હવે નથી આવતી...
શીતળા માતા ના મંદિરે જતા પાણી વાળા ફુગ્ગા ને કાંકરી ભરેલી દડી ની મોજ વાળી સાતમ આઠમ હવે નથી આવતી....
હાથ માં ચોખા રાખી આખી માતાજી ની વાર્તા સાંભળતા.
એવી સાતમ આઠમ હવે નથી આવતી....
મટકી ફોડ પછી પંજરી ના પ્રસાદ લેવા પડાપડી.
એવી સાતમ આઠમ હવે નથી આવતી..