Gujarati Quote in Whatsapp-Status by Baiju Jani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA

જે માતા સાથે બાળક, પ્રેમી સાથે પ્રિયજન.
જે મિત્ર સાથે પરમ સખા, ભક્ત સાથે ભગવાન.
એ પુરુષોમાં પુરુષોત્તમ અને યોગીઓમાં યોગેશ્વર.
એ જેટલો યશોદાનો, એટલો જ દેવકીનો.
જેટલો રાધાનો, એટલો જ મીરાંનો.
જેને મળે એને પૂર્ણ જ મળે…એ મારો કૃષ્ણ...

હું હસું ત્યારે હસે,
રડું ત્યારે, હસતાં શીખવે,
અને એને યાદ કરું…
ત્યાંરે આંખ સ્નેહજળથી છલકાય…એ મારો કૃષ્ણ.

એ માનવ જેવો ઈશ્વર છે,
અને ઈશ્વર જેવો માનવ.
જે મંદિરમાં વારંવાર પડદા પાછળ છુપાઈ જાય,
પણ જેને કોઈપણ પડદા વિના મળી શકાય…એ મારો કૃષ્ણ.

કૃષ્ણ એટલે….બધું જ.
બધું જ ક્યારેય ક્યાં કહી શકાયું છે!
કૃષ્ણ એટલે….કૃષ્ણ.

- બૈજુ જાની 'માનવ'

Gujarati Whatsapp-Status by Baiju Jani : 111028628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now