#MERA KRISHNA
હિંચકે બેસી ને કેવી વાંસળી મારી વગાડું
જીંદગીના દુઃખ સઘળાં એ રીતે ભગાડું.
યુદ્ધભૂમિમાં શ્રી કૃષ્ણ અર્જુનના માત્ર સારથી બન્યા, તેઓ ધારે તો પલભરમાં ચમત્કારો થી યુદ્ધ જીતાવી શક્યા હોત.પણ અર્જુનને કર્મ યોગ શીખવવા.. તેમણે કહેલું કે તારું યુદ્ધ છે તું જાતે લડ. ગીતાના સારાંશમાં તેમણે કહ્યું છે કે 'દુનિયાની તમામ તકલીફો માં જો તું તારી જાતે લડીશ તો હમેંશ હુ તારી આગળ ઉભો રહીશ.તારી તકલીફો હળવી કરીશ.'કૃષ્ણ હમેંશ મારા મતે એક ઉપદેશક રહ્યા છે. બાહુબલી સમાન...દરેક રીતે દરેક સ્વરૂપમાં યોગ્ય પાત્ર.મિત્ર, પુત્ર,પતિ,પ્રેમી, સારથી,મિત્ર, રાજા..તેમનું જીવન નિરંતર કશુંક શીખવ્યા કરે છે. કર્મ, પ્રણય, મિત્રતા, બંધુતા, સમાનતા ના પ્રતિક. શુદ્ધ જ્ઞાન ની ગંગા વહાવનાર....હમેશ મદદગાર- 'મહાપ્રજ્ઞા ' આદર્શ વ્યક્તિ.
- તન્વી કે ટંડેલ.
(શિર્ષક પંક્તિ- કનૈયાલાલ મુનશી.)