મોબાઈલ....
શુ રૂપ તારું? ને તારો શો મટકો?
તું છે મારા કાળજાનો કટકો
તારો લાગ્યો મને એવો તે ચટકો
તું છે મારા કાળજાનો કટકો
હું વારી જાઉં જોઈ તારો લટકો
તું છે મારા કાળજા નો કટકો
તારા વિના જાણે લાગે મને ઝટકો
તું છે મારા કાળજાનો કટકો
તને પામવાનો સૌને છે ખટકો
તું છે મારા કાળજાનો કટકો
પડે સંબંધો દોસ્તો નો ફટકો
તોય તું છે મારા કાળજાનો કટકો
મારી વાઈફ કહે આને હવે પટકો
તું છે મારા કાળજાનો કટકો
મોલ લાગણીના કરો...હવે અટકો...
તું છે મારા કાળજાનો કટકો....
©️ દેવાંશુ પટેલ
શિકાગો
8/28/18