On Rakshabandhan Day
Dedicated with love to my Sisters and cousin sisters and all....
...ઓ રાખડી !
આવે શ્રાવણ ને જોઉં તારી વાટડી
મારી બેની ના પ્રેમ ની ઓ રાખડી ...
ના એ સુતર નો તાર
એમાં બેની નો પ્યાર
તને યાદ કરી જાગું આખી રાતડી
મારી બેની ના પ્રેમ ની ઓ રાખડી ...
રહું માઈલો હું દૂર
પણ ભાવ ભરપૂર
યાદ આવે દોડું ઝાલી તારી આંગળી
મારી બેની ના પ્રેમ ની ઓ રાખડી ...
મને કરતી તું વ્હાલ
મારી બનતી તું ઢાલ
જયારે પડે મને પપ્પાની લાકડી
મારી બેની ના પ્રેમ ની ઓ રાખડી ...
કરું પ્યારના શું મોલ
એવો ભાવ અણમોલ
થાય ભીની તને જોઈ મારી આંખડી
મારી બેની ના પ્રેમ ની ઓ રાખડી ...
© દેવાંશુ પટેલ
શિકાગો
8/25/2018