અક્ષર....
લખવા બેઠી...
પ્રેમપત્ર...
હાથમાં લઈ કાગળ ને પેન...
આ વરસાદી માહોલ માં...
તને યાદ કરીને...
પણ અટવાઈ ગઈ કે લખું શું એમાં...
તારી સાથે વિતાવેલ સુકુનની સવાર લખું કે...
તારા વિના વિતાવતી તન્હા રાત લખું...
પછી વિચારતી કે...
તારી સાથે ઝરમર વરસાદમાં પલળી એ...
કે અત્યારે એકલી ધોધમાર વરસાદમાં પલળી એ...
લખું...
પછી માત્ર તારા નામનો એક અક્ષર લખ્યો...
એજ કાફી લાગ્યું...
પણ એ અક્ષર નેય મારા અશ્રુએ એક બુંદમાં ફેરવી નાંખ્યું...