.......વેદના !
કોને કહું એ વેદના? જે થાય છે
આ માનવી, શાને જુદો ફંટાય છે ?
પ્રકૃતિ, ચાલે છે, સીધી રાહ પર
પણ માનવી, શાને જુદો ફંટાય છે?
મૂંગા ભલે, પ્રાણી, નિયમ ને પાળતાં
નિયમો બનાવી, માનવી સંતાય છે ...
તન થી ભલે ઉજળો, રૂપાળો માનવી
મન થી ઉકરડા જેમ, એ ગંધાય છે ...
બુદ્ધિ બધી એ વાપરે, નિજ સ્વાર્થ માં
નહિ પ્રેમ, પણ એ, સ્વાર્થ થી બંધાય છે ...
સૃષ્ટિ હવે થઇ, ત્રસ્ત એનાં ત્રાસ થી
વિનાશ ની, ઘંટી હવે સંભળાય છે ...
માથું શરમ થી, ઝૂકતું એ સાંભળી
સરે આમ, સ્ત્રી ની, આબરૂ પીંખાય છે ...
મારાં બનાવેલા, બનાવી જાય છે ...
કોને કહું, એ વેદના? જે થાય છે ...
© દેવાંશુ પટેલ
શિકાગો
8/24/2018