જીવનની શરૂઆત અને અંતિમ સમયનો
તફાવત માગે છે આ જીંદગી....
જીવનના સુુુખ ;દુુ:ખનો હિસાબ
માંગે છે આ જીંદગી.....
જીવનના પાપ પુણ્યના હિસાબ
કરાવે છે આ જીંદગી....
હરએક વચનના સાત સવાલો
પૂછે છે આ જીંદગી.....
હરએક અરમાનો મા રહેવા મથે છે
આ જીંદગી.........
બસ શરૂઆત અને અંત વચ્ચે
એકલવાયો જીવ છે.....
આ જીંદગી.