હું તો તારી સાથે જ રહીશ હંમેશા…
કયારેક તડકો બની ને મળીશ
તો કયારેક સમય બની ને મળીશ
તારી દરેક ઈરછાઓ મા આશા બની ને મળીશ
કયારેક લાગણી બની ને મળીશ
તો કયારેક અજપો બની ને મળીશ
તારી બંધ પાંપણો મા સપનુ બની ને મળીશ
કયારેક પવન નીં લહૈંર બની ને મળીશ
તો કયારેક શબ્દો નીં પ્રેરણા બની ને મળીશ
દિવસ આખા ના થાક પછી સાંજ બની મળીશ..
હું સતત તારી અંદર જ જીવીંશ
તુ મને તારા મા જ કયાક જીવવા દઇશ ને..???