આપણે એક સવાલ જે કાયમ બધા ને પૂછતાં હોઈએ કે તમે મૂળ ક્યાં ના? કે કયા થી છો? Fb ની ભાષામાં કહું તો તમારું hometown કયું છે? અને જ્યારે આપણે આનો જવાબ આપીએ કે હું તો આ ગામનો કે ગામની... એક અલગ જ પ્રકાર નો અહેસાસ આખા શરીર માંથી પસાર થઈ જાય... આપણી યાદો આપણા માનસ પટ પર છવાઈ જાય.. આપના સ્વજનો ના ચેહરા ની છબીઓ આખો સામે તરવરવા લાગે.. ખરેખર આપણું ગામ પણ આપણા દિલ દિમાગ માં એક અલગ જગ્યા ધરાવે છે... ત્યાં ની ધરતી પર પગ મુકો એટલે જાણે બાળપણ યાદ આવી જાય... એક નવો જોમ વ્યક્તિ માં આવી જાય.. આ ખુશી જ્યારે થાય ને સાહેબ ત્યારે સમજજો કે દુનિયા ની ભીડ માં ભલે બહુ આગળ નીકળ્યા છો પણ તમારા પગ હજુ જમીન પર જ છે.. એક વાર એ માટી ને હાથ માં લઇ જોજો એમ જ લાગશે જાણે આ ધરતી તમને જ યાદ કરતી તી.. એ જન્મભૂમિ હોય કે કર્મભૂમિ... એને આપણા સત સત નમન....