એક આશા
બસ એ મને અઢળક પ્રેમ કરે એજ આશા રાખું
એ મારા માટે જીવે ને મરે એ આશા રાખું
થાય લાગણીઓ એહસાસ ખુબ જ એજ આશા રાખું
આવે મુખ પર હાસ્ય એજ આશા રાખું
કિંમતી ઘરેણાં નો મોહ ના રહે એજ આશા રાખું
સુખ દુઃખ ની વાતો સાથે કરીયે એજ આશા રાખું
મારા થી થાય તને જિંદગી નો એહસાસ એજ આશા રાખું
દુનિયા બની જાઉ તારી એજ આશા રાખું
ખોવાઈ જાઉ તારા મા એજ આશા રાખું
હું તારો જ છું મળે સાંભળવા એજ આશા રાખું
હું છું સદાય તારો જ એજ આશા રાખું
મંગળસૂત્ર બની જાય અસ્તિત્વ મારુ એજ આશા રાખું