( ગા ગા ગા ગા ,ગા ગા ગા ગા )
તું સવાલ પર સવાલ ના કર હવે
એ ફુલ પર પર ચઢી છે ઝાકળ હવે
શું કરી શકે આવી ને સુધાકર હવે!
છે તકદિર તેની પાન પર હવે
બુંદ ના એ મોહ માં ભ્રમર રહે
ને,પુષ્પ ઓજ બુંદ ,પતંગ જઇ ગ્રહે
ઓજ,પતંગ પાંખો માં રંગ ભરે
ભ્રમર ચિઢાઇ જઇ કાળો જ રહે
કેટલી છે કુદરત ની કરામત ?
મધમાખી વડે,મધુર મધ કેમ બને?
પતંગ,મધમાખી,ભ્રમર ફુલ પર રમે
બધાં ને જ ફળ જેવું જોઈતું હો' મળે
ખુદ ના જ મન નાં બનો માલી
ને જુઓ , જગ માં શું અસંભવ રહે?
તું સવાલ પર સવાલ ના કર હવે
આ ચિત્ત થયું ચેતના નું ચાકર હવે