#GREATINDIANPLEDGE
નસ નસ માં પ્રચ્છન્ન ભારતીયતા ની સુગંધ ભેળવી,કણ કણ માં ભારતીય હોવાની લાગણી પેદા કરી,અતુલ્ય ભારત ના અમૂલ્ય વારસાનું જતન કરી, સ્વચ્છ ભારત ના સુસંકલ્પ ને સાર્થક કરવા યથાયોગ્ય યોગદાન આપી,ટોળાંશાહી નહીં પણ સાચી વ્યક્તિગત વિચારધારા સાથે ચાલી,સાર્વજનીક અને રાષ્ટ્રિય મિલકત નું માન જાળવી,રાષ્ટ્ર ના હિતેચ્છુંઓ ને સાથ આપવા અને વિરોધીઓ નો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત કરી,હથિયાર નહીં પણ શાળા નું નિર્માણ કરી,ભવિષ્ય ના સ્તંભ સમાન આજના બાળકો ને ચોકલેટ નહીં પણ પુસ્તક આપી,જગત ના તાત ખેડૂત ને હંમેશા ઉચ્ચ દરજા પર રાખી,દરેક બંધુ-જણ ને કોઈ પણ ધર્મ અને સમુદાયના ભેદભાવ વગર સાથે લઇ ને આપણા મહાન સંઘ એવાં ભારત ને આકાશ નો એ ધ્રુવ તારો બનાવવા ની પ્રતિજ્ઞા લઉં છું કે જેની નોંધ આખું વિશ્વ-જગત લઇ શકે.જય હિન્દ!