એકલું
મળી ગયા પોતાના છતાં લાગે છે એકલું
જીવનમાં કરવાનું કંઇક લાગે છે એકલું
વીતી ગયા ખોટા દિવસો છતાં લાગે એકલું
નદીની જેમ લાગે છે હવે રહેવાનું એકલું
પડછાયા વગર રાત્રિમાં ચાલવાનું એકલું
સાથીદાર નથી એટલે ચાલવાનું એકલું
કે સાથીદાર છે એટલે ચાલવાનું એકલું
ચિંતાથી ડરતો નથી છતાં લાગે એકલું
પૂરો સાથ નથી કોઈનો એટલે લાગે એકલું
છૂટકારો નથી મળતો એટલે લાગે એકલું
વિશ્વાસ કરું છું એટલે લાગે એકલું
કે વિશ્વાસ નથી એટલે લાગે એકલું
ખબર નહિ પણ
પોતાના મળી ગયા છતાં લાગે એકલું
ધવલ રાવલ