“ધડામ….!” કેમેસ્ટ્રીલેબમાં થયેલા એ ધમાકાનો અવાજ આજે પણ મારા કાનમાં ગુંજી ઉઠે છે જ્યારે હું એ દિવસ યાદ કરું છું, મારી મસ્તીની આદતના કારણે મેં બે એવા કેમિકલ ભેગા કર્યા જેનાથી ધમાકો થયો.
હું તો બચી ગયો પણ મારા જીગરજાન મિત્ર મહાનની જિંદગી બરબાદ થઈ ગઈ, તેની આંખો છીનવાઈ ગઈ, મને સ્કૂલમાંથી કાઢી મુકવાનો પ્રિન્સિપાલનો હુકમ આવી ગયો પણ બીજા દિવસે એ હુકમ રદ થયાની નોટિસ મળી ગઈ.
એ વાતને આજે વર્ષો વીતી ગયા, આજે મારા એ મિત્રની પત્નીએ એની અંતિમ ક્રિયા પછી મને એનીઅમુક વસ્તુ યાદગીરી રૂપે આપી ત્યારે એમાંથી મને એક અરજી પત્રકની કોપી મળી આવી જેણે મારુ ભવિષ્ય બચાવી લીધું હતું, એ વાંચીને મારા આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા……