અમારો એન્જીનિયર ભઈલું

જ્યાં જુઓ ત્યાંથી વાયરોનાં તાર ગોતતો દેખાય એ અમારો ભઈલું,
નાની નાની મોટરો માંથી પંખા બનાવે એ અમારો ભઈલું.....
સ્કૂલમાંથી ઘરે આવતાં જે કંઈક કચરાનાં ઢગલામાં વીણતો વીણતો ઘરે આવે એ અમારો ભઈલું...
ઘરમાં જ્યાં જૂઓ ત્યાં ગેરેજ જેવું કરી મૂકે એ અમારો ભઈલું.
નાસ્તો કરવા પૈસા આપો એનો ઉપયોગ પણ મશીનરી લાવા કરે એ અમારો ભઈલું....
ન્હાયા પછી કલાક સુધી રૂમાલમાં ફરે કોણ જાણે સવારમાં શું બેઠો બેઠો વિચાર્યા કરે એ અમારો ભઈલું..
કલાકો ના કલાકો બિચારો લેપટૉપ મોબાઈલમાં ગોત્યા કરે નવાં નવાં નુશખાં.....કોઈ વાર સેફ બને....કોઈ વાર ગાયક કલાકાર તો કોઈ વાર ચિત્રકાર...... મૂળ તો આત્મા એનો એન્જીનિયર એ અમારો ભઈલું...
 દેખાવની તો શું વાત કરું....જંગલ જેવી ડાઢી.... જટા જેવા કાન સુધીના વાળ ચશ્મામાં પડે ભાઈની એન્ટ્રી  એ અમારો ભઈલું...
દીલ થી પાક્કો એન્જીનિયર.... ના છોકરીનું લફરૂ ના કોઈ જંઝટ......ગમે તે કામ બતાવો હા... પણ પાંચ જ મિનિટમાં કરૂ.... વાયદો કરી..... પાંચ કલાક પછી પણ પાંચ જ મિનિટ ..કહે એ અમારો ભઈલું...
વાંચતાં વાંચતા વિચારોમાં ખોવાય.... નસકોરા બોલાવે રૂમ આખો ગજાવે તેવા.... તમે પૂછો... તો એમ જ કે..... હાલ જ વાંચતો તો....!!!!!! આ અમારો એન્જીનિયર ભઈલું.
.

Gujarati Whatsapp-Status by Ami : 111024374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now