ઘણી વખત આપણે બધું જ જ્ઞાન, ડહાપણ હોવા છતાં સુન્ન થઇ જઈએ છીએ.
બસ,
આવી જ મનોસ્થિતિ અનુભવી રહ્યાં હો,
ને....
અચાનક મેઈલ/સોશિયલ વેબ-સાઈટના મેસેજમાં....
કોઈનો તું'કારે સંબોધીને મેસેજ મળે તો ??!!
સાવ સાચું કહું તો,
'તું'કાર ખૂબ ગમે.'
બહુ ઓછી વ્યક્તિ જીવનમાં આવે છે કે,
જેની સાથે આપણે તું'કારે વાત કરી શકીએ.
ને,
ક્યારેક અજાણતાં જ આવો તું'કાર વાતચીતમાં આવી જાય..
ત્યારે સમજવું કે,
એકબીજાના દિલની વાત સમજી શકીએ,
એવાં
સશક્ત સંબંધની શરૂઆત થઇ રહી છે....