રાતો લાંબી થય છે ને ઉજાગરાઓ વધ્યા છે,
દિવસો ઓછા થયા છે ને સફળતાઓ ધટી છે,
ગગન માં તારલાઓ વધ્યા છે ને ચાંદની ઝાંખી થય છે,
ધરતી માં લીલાસ ફિકી છે ને રણ માં વાયરાઓ વધ્યા છે,
ધીમે ધીમે પ્રક્રુતિ બદલાય છે ને આબોહવા ખુટતી જાય છે
કલયુગ નો માનવી ઇમારત અને પ્રદુષણ નુ શર્જન કરતો જાય છે ને પ્રાણ વાયુ ધટતો જાય છે,
ઓક્સીજન મડતૂ હતુ પ્રક્રુતિ દ્રારા અને હવે લાખો માં વહેચાય છે,
બાગ બગીચા ધટ્યા છે ને હોસ્પીટલો માં ભીડ વધતી દેખાય છે,
યોગ કરતા લોકો હવે જીમ કરતા થયા છે ને ખોટા વીટામીન ની આડ માં શરીર ને નાશવંત કરતા થયા છે,
એકસ્વીશ મી સદી ભારે વીફરી છે ને દિન દહાદે ગુનઓ શર્જી રહ્યા છે,
કોણ જાણે ચારણ આ સદી માં મારો ભગવાન ક્યારે આવશે અને આ નાશપામતા યુગ ને બચાવશે....
-deeps gadhavi