વરસાદ છે તું એટલે હું પલળતો નથી
હું જાતે જ તને સમજીને મળતો નથી
દવા છે તારા પાસે પણ હું ગળતો નથી
આજકાલ મફતમાં મીઠો દર્દ મળતો નથી
જીવન છે સીધું-સાદું હું કશે વળતો નથી
પછી લોકો કહે હું કોઈનું સાંભળતો નથી
હું પહેલા જેવુ એટલું સારું લખતો નથી
રાખ બન્યા પછી હવે વધારે સળગતો નથી.