ઉગતા સૂરજ સાથે યાદની સવાર હોય ,
સમી સાંંજે મિલનની રાહ હોય ...
શિયાળે ગરમ ચાહ હોય ને ,
હાથોમાં હાથ હોય ...
ઉનાળે લીંબળી ની છાવ હોય ,ને
સાથે થોડી વાત હોય ...
ચોમાસે ઝીણો વરસાદ હોય ને ,
પ્રેમ ની શરૂઆત હોય ...
આંખોથી વાત હોય ને ,
વણબોલ્યો વ્યવહાર હોય ...!!