લાવ તારો હાથ જરા હથેળીમાં મારુ નામ લખી દઉં,
આ નામની સાથે સાથે સરનામું પણ ખાસ લખી દઉં,
થોક થોક લોકોની વચ્ચે કરાયેલું ફૂલ નથી ગમતું જોઉં,
આવ એકાંતમાં મળવા ખુશીથી દામન આજ ભરી દઉં,
ડરે છે શું આ લોકનજરથી કાલે સૌ એ લોકો ભુલી જાશે, આમ દિલમાં પ્રીત ન દબાવ એકલતાનો વીંછી ડંખી લેશે,
ભરોસો કરી આવ દોડી સાત જનમ તારે નામ લખી દઉં.