આવ જીંદગી, જીવીએ સાથે મળીને,
હું એકલો’ તું અટુલી, રહીએ ગળે મળીને.
ના તને જાણી કોઈએ ના મને જાણૂયો,
આવ બેસ, સાથે મારી, જાણીએ એકબીજાને.
બન્નેનો શોખ એક સરખો, બીજાં માટે જીવવું,
આવ હવે, આપણું જીવીએ, દુનિયાને ભુલીને.
હર કદમ નફરત મળી, પ્રેમ નાં મળ્યો કોઈનો,
આવ કરીએ, પ્રેમ એવો, કોઈએ કર્યો ન કોઈને.
તુમ અને હમ, હવે હમ તુમ બનીએ,
સફર કરીએ હમસફર બની, મળીએ મઝિલને....