ચાંદની રાતમાં મળવા મને એક ચાંદ ધરતી પર આવો,
લઇ હાથોમાં હાથ એક સ્વપ્નપરી હીંડોળાખાટ આવી.
આ દરિયો તો ગાંડો એકલો એકલો પણ ઉછળ્યા કરતો,
આજ તરસી નદી ભળવાની ચાહત લઇ સાગર ને મળી.
હતી રાહ યુગોથી જેની એ ચાંદની આજ બાહોમા ધળી,
જુકેલી નજર જ્યા ફરી ઊઠી ત્યાએ મૃગનૈયની હૈયે વસી.
સ્મિત ભરેલા હોઠ જરા ખુલ્યા જાણે કે ઇજહારે ઇશ્ક કરવા,
કમબખ્ત આ નિંદર તો જુઓ વેરી અણી સમયે વેરણ થઇ,
ફુટેલુ મારુ નસીબ તો જુઓ સ્વપ્નમાં પણ પ્રિત અધૂરી થઇ.