નંદી શંકર ભગવાન નાં પરમ ભક્ત અને એમની સેવા માં હંમેશા હાજર રહેતાં.એકવાર શંકર ભગવાન અને મા પાર્વતી ને એક જરુરી કામ ની ચર્ચા કરવાની હતી.એટલે એમણે નંદી ને દરવાજા પર પહેરેદારી કરવા બેસાડ્યો.અને કોઈ ને પણ કહેવા માં ના આવે ત્યાં સુધી અંદર આવવા દેવા ની ના પાડી.નંદી બહું આગ્નાકારી સેવક હતા.અને બસ એ તો બેસી ગયા દરવાજે...મસ્તી માં ભગવાન માટે ભાંગ ઘૂંટતા જાય...ધોળતાં જાય...અને વચ્ચે વચ્ચે ભાંગ ની મજા લૂંટતા જાય...અને મસ્તી માં ઝૂમતાં જાય.અચાનક ત્યાં ...પૃથ્વી પર થી એક ટોળું ધસી આવ્યું...બહું દુ:ખી અને શંકર ભગવાન ને મદદ માટે પોકારતું...થયું એમ હતું કે પૃથ્વી પર દુકાળ..અકાળ મૃત્યુ...ઝધડા...મારા મારી...ભૂખમરો...આવા બધા અનેક અનિષ્ટો ફાલ્યા હતાં..અને મા પૃથ્વી પણ નિરાધાર નિરાશ...ભોળેનાથ ની પાસે મદદ માંગવા દોડી આવ્યાં....આ બાજુ નંદી તો ભાંગ માં ચૂર...ઝૂમતો. દરવાજે ....પોતાનાં પ્રભુ ની આગ્ના નું પાલન કરતો ફરતો હતો.એણે બધા ને દરવાજે રોક્યા.બધા ની વિનંતી પછી એમનો સંદેશો લઈ એ ભોળેનાથ પાસે ગયા...ભોળેનાથે એનો ઉકેલ સંદેશા મારફત નંદી જોડે મોકલ્યો...નશા માં ચૂર નંદી એ લોકો ને કહ્યું ..મારાં પ્રભુ એ કીધું છે...એક વ્રત કરવા....એક દિવસ માં એકવાર ન્હાવું અને ત્રણ વાર ખાવું...આમ કરવા થી સૃષ્ટી પર સુખ નો વરસાદ વરસશે...પૃથ્વી પર આમ થવાથી અનર્થ થઈ ગયો...બધા ભૂખ થી મરવા લાગ્યા...અહીં ભોળેનાથ ગુસ્સા માં લાલ..નંદી ને કાઢી મૂક્યો પૃથ્વી પર....ખરેખર વાત એમ હતી કે...ભોળેનાથે એમ ઉપાય બતાવ્યો હતો કે....'મનુષ્યે દિવસ માં ત્રણ વાર ન્હાવું અને એકવાર ખાવું....નશા માં ચૂર નંદી એ સંદેશો ઉંધો પ્રસ્તુત કર્યો....બસ માણસ હજી એમ જ જીવે છે અને એટલે જ દુ:ખી છે....નંદી ને પ્રાયશ્ચિત મળ્યું...પૃથ્વી પર જઈ તારા જેવી પ્રજા ઉત્પન્ન કર અને માણસ ને ત્રણ વાર ખાવા જેટલું અનાજ ઉગાડ.રાધાઅવતાર માં રાધામાધવ એક સાથે તારી પર સવાર થઈ પૃથ્વી ની પરિક્રમા કરશે ત્યારે તું શ્રાપમુક્ત થઈશ.પણ મનુષ્ય તો હંમેશા એની સજા ભોગવશે જ.એટલે જ ....અત્યારે આપણે સૌ ત્રણ વાર ખાવા છતાં પણ ભુખ્યા છીએ....એકવાર ન્હાવા માં આપણને આળસ છે....અને આપણી ધરતી કેટલું અનાજ આપવા છતાં અધૂરી છે....ભોળેનાથ ના અસલી સંદેશા નું પાલન કરવા નો પ્રયત્ન કરીએ....તન મન ધન થી સદાય ખુશ રહીએ.....જય ભોળેનાથ....જય રાધા માધવ....મીસ.મીરાં......