સંબંધો બાંધ્યા છે તો નિભાવવામાં મજા છે,
સંબંધો ક્યાં કાળા પાણી ની સજા છે...!!!
જોઈએ તો ખર્ચાઈ જાય આખી જિંદગી આ સંબંધોમાં,
તો શું વિસાત એ ખર્ચની જે જિંદગી આગળ કઈ નથી...!!!
જાય જો કોઈ રમાડી આ ખર્ચ ની રમતમાં,
તો શું યાર આ જિંદગી પણ ક્યાં ઓછું રમાડે છે...!!!
છતાં પણ અમુક સંબંધો છે ને સાથે એ રાહત છે,
એટલે તો Ray નો રહે સાથ હરપળ એ જ ચાહત છે...!!!