Gujarati Quote in Whatsapp-Status by Bhavesh Tejani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી,
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી.

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે,
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી.

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે,
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી.

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે,
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી.

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના,
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી.

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ,
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી..

Gujarati Whatsapp-Status by Bhavesh Tejani : 111017436
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now