જીવવું છે ઘણું તારી સાથે,
પણ રાખ્યુ છે સાચવીને મળીએ ત્યારે જીવવા માટે...
પ્રેમ કરવો છે અવિરત તારી સાથે,
પણ રાખ્યો છે સાચવીને મળીએ ત્યારે કરશું પ્રેમ....
ઘણું છે તારા વખાણ માં કહેવા માટે ,
પણ રાખ્યુ છે સાચવીને મળીયે ત્યારે કહેવા માટે...
ઈચ્છા ઓ ઘણી દબાવીને રાખી છે,
પણ રાખી છે સાચવીને મળીએ ત્યારે પુરી કરવા માટે...