જાણે છે તું પોતાના જીવથી વધુ ચાહું
તું આંખોથી બોલે ને હું હોઠોથી સાંભળું
પ્રેમના અતુટ તાંતણે બંધાયા આપણે
મૌનને તારા પૂરી શ્રદ્ધાથી સદા પારખુ
શું લાગેવળગે આ આખા બ્રહ્માંડથી મને
દરેક શ્વાસમાં ફક્ત તારુજ નામ પોકારું
ધ્યેય આ જિંદગીનો બસ તું જ
તારી ખુશી સિવાય પ્રભુથી કંઈ ન માંગુ..