Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધર્મ એટલે શું?? 

ધર્મ કોને કહેવાય?? 

આપણો ધર્મ  શું છે??

જીવન આપણું ચાર ભાગમાં વહેંચાએલું છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને જો પહેલાં ત્રણે કર્મ સારી રીતે પૂર્ણ કર્યા તો  મોક્ષ  પ્રાપ્તિ થાય છે... 

એક ભણતા બાળક નો ધર્મ  ધર્મ માતા પિતા કહે તેમ કરવું, સારી રીતે શિક્ષા ગ્રહણ કરવી, સારા સંસ્કારો ગ્રહણ કરવા એ છે.... 
માતા પિતા નો ધર્મ બાળકોને સારી રીતે રાખવાં, સારા સંસ્કાર આપવા, સારું શિક્ષણ આપવું એ છે.... 

એક શિક્ષક નો ધર્મ  બાળકોને પૂરતું શિક્ષણ આપવું, શિક્ષણમાં ચોરી ના કરવી, રોજ નવું શીખવાડી સર્વાંગી વિકાસ કરવો એ છે... 

જો કોઈ કોઈપણ પ્રકારની નોકરી  કરતું હોય તો એનો ધર્મ કામમાં ચોરી ના કરવી, કામ સારી રીતે કરવું, બધાં સાથે સુમેળ રાખવો, કોઈને નડવું નહીં એ છે...

પૂજારી નો ધર્મ છે ભગવાનની પૂજા અર્ચના કરવી અને લોકોને પૂજા ના મહત્વ વિષે સમજાવવું... 

ધર્મ ગુરુઓ નો ધર્મ  ખરેખર ધર્મ શું છે એ સિખવાડવું, અને પૂરતું ગ્યાંન આપવું એ છે... 

હિના અને કેતનના  વિચારો ખુબ સરસ છે નિસ્વાર્થ પૂર્વક કર્મ, માનવતા અને માણસાઈ પણ તમને ધર્મ નો માર્ગ મોકળો કરવા મદદ કરે છે... 

આજના આધુનિક સમયમાં બધા પોતાનો ધર્મ ભૂલ્યા છે એટલે બધા કોઈના કોઈ તકલીફમાં છે અને રોજ બરોજ ના ઘટવી જોઈએ એવી ઘટનાઓ ઘટી રહી છે... 

સાધુઓ અને ધર્મ ગુરુઓ પણ માત્ર ઘેટાં ટોળા અને પૈસા ભેગા કરવામાં પડ્યા છે એમણે ધર્મ સાથે કાંઈજ લેવા દેવા નથી... 

- ભગવદ્ ગીતા ના સાનિધ્યમાં થી 

Gujarati Quotes by ધબકાર... : 111016522
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now