મારો દરેક શબ્દ તું હોય તો મને ગમે ,
શબ્દનો દરેક અર્થ તું હોય તો મને ગમે ....
એ અર્થથી થતી દરેક અભિવ્યક્તિ મને ગમે,
જો એ અભિવ્યક્તિઓ પાછળની વ્યક્તિ તું હોય તો મને ગમે ....
કરું હું લખીને પણ શું ?
જો દરેક શબ્દનો સ્વર તું હોય તો મને ગમે ....
દરેક એ સ્વરનો નાદ પ્રેમ હોય તો મને ગમે ,
પ્રેમ જો તારો હોય તો મને ગમે ....
પ્રેમમાં તારા દરેક એકાંત પણ મને ગમે ,
જો એ એકાંત પછી તારું આગમન થાય તો મને ગમે ....
તારા આગમનથી મને શબ્દ મળે તો પણ શું ?
જો દરેક એ શબ્દનો અર્થ ' તું 'હોય તો મને ગમે ....
- સ્વીટુ એક પતંગિયું