હું, મારામાં અટવાઈ આગળજતાં
પડછાંયો થઈ પથરાઈ આગળ જતાં
માટી ધોળી, પગલાં ક્યાં ધોળા હતાં
કેવા રંગે રંગાઈ આગળ જતાં !
તડકે છાંયો, છાંયે તડકો છીતરૂં
વચ્ચોવચ હું ઘેરાઈ, આગળ જતાં
મારે સાબિત કરવાનું માણસપણું
પથ્થર, ઈશ્વર લેખાયો આગળ જતાં !
બાંધી મુઠ્ઠી લાખેણી – સારી હતી
ખુલતાં ભેળિ ઢોળાઈ, આગળ જતાં
પાણી, પાછું પાણી થઈ સામું મળ્યું
પરપટો થઈ પંકાઈ, આગળ જતાં
નમણી આંખે, આંજ્યાં અવસર ટેરવે
કાજળ ભેળો રેલાઈ,આગળ જતાં..