તારી યાદોમાં આજ હું ખુદ ને શોધું છું..
છૂટેલા સાથમાં હજુ પણ હું તારા હાથ ને શોધું છું....
સમય ની સરીતમાં ક્યારેક હું પણ ડૂબું છું...
લાગણી ભીના એ પળ આજ પણ હું શોધું છું..
તારી યાદોમાં આજ હું ખુદને શોધું છું...
ચાંદ ની શીતળતા ને હું આજ પણ આંકયા કરું છું...
એકલતાની આગમાં હું રોજ ખુદને હોમ્યા કરું છું...
તારી યાદોમાં આજ હું ખુદને શોધ્યા કરું છું...
બની બેહરૂપીયો હું ખુદને ડારાવું છું....
યાદોની કિતાબમાં હું બસ તને જ નોધુ છું....
તારી યાદોમાં આજ હું ખુદને શોધું છું...
સમય વરતી ખુદને સાચવું છું...
આજ પણ એટલા પ્રેમથી તને આંકુ છું...
તારી યાદોમાં આજ હું ખુદને શોધું છું...
વિસરાયેલી વાતો હું રોજ કરું છું...
ફક્ત સપના થકી તારી સાથે ફરુ છું...
તારી યાદોમાં આજ હું ખુદને શોધ્યા કરું છું...