ભલે ઝગડયા હોઈએ તો પણ,
જમ્યા કે નહીં એ પૂછવાની મઝા કંઇક ઓર છે,
રડતાં હોય ત્યારે ખખડાવી ને ચૂપ કરવામાં મઝા કંઈક ઓર છે,
ના મળે તો બેચેની ને મળ્યા પછી ખોટું ખોટું લઢી લેવામાં મઝા કંઈક ઓર છે,
આટલું લખ્યા પછી પણ તું ના સમજે..તો..
પણ તારા માટે લખવાની મઝા જ કંઈક ઓર છે...