શક્તિ અને સામર્થ્ય - મારી નજરે
આમ જોવા જઈએ તો આજનાં સમયમાં આ બે શબ્દો વચ્ચે બહું તફાવત જોવા મળતો નથી. તેમ છતાં મે આ વિષય પર બે લીટી લખવાનો પ્રયત્ન કર્યો છે.
કોઇપણ વ્યક્તિની શક્તિ અને સામર્થ્ય વચ્ચે જાણે પાતળી ભેદરેખા જોવા મળે છે. આજકાલ તો સૌ પોતાને શકિતશાળી / સામર્થ્યવાન માનવા લાગ્યા છે. પણ જો, મારા મત મુજબ શક્તિ અને સામર્થ્ય ની વ્યાખ્યા કરું તો મહાભારતથી ઉત્તમ ઉદાહરણ કોઇ બીજું ન હોઇ શકે.
મારા મત મુજબ શક્તિ શબ્દ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત અહમ / અહંકારનું પ્રતીક લાગે છે. જ્યારે સામર્થ્ય છે તે