હું સમજી નથી શકતો કોના માટે જીવું છું,
આવેશ આવે છતાં મૌન થઈને જીવું છું,
સદા બધાં કહે તું આવો કેમ છે,
મૌન રહી સાંભળું પણ ના સમજાયું હું કેવો છું,
કેટલીએ ખુશી ઓ આપી એની કોઈ વિસાત નથી,
એકાદ દુખ થી હું વગોવાઈ ગયો અને પૂછાયું તું આવો કેમ છે,
હું સમજી નથી શક્યો બસ મૌન રહી વિચારું છું,
હું કોના માટે જીવું છું, ને કોને હું ગમું છું....
#Sweet beat Frdzzzzz