મળવું છે તને એ જ સરનામે,
જયાં મળ્યા હતા અનામી થઇને,
ડોકિયું કર્યું જયાં મેં તારી સામે,
હસવા લાગી તું ગુલાબી થઇને,
કહેવાઈ ગયું, પ્રેમ છે મને તારા નામે,
વસી ગઇ દિલમાં તું પ્યારી થઇને,
આખી રાત જાગ્યો હું વગર કામે,
આંખ સામે દેખાઈ ગઇ તું રાણી થઇને,
મળવું છે તને એ જ સરનામે,