તારી હોઠે મૂકેલી આંગળી ને માણું,
કે તારી અદા ની મીઠાસ ને માણું ?
સમજાવ હવે તુ મને કોને હું માણું,
કે પર્યાય વગર ની તને હું માણું ?
વર્ષામાં ભીંજાવાની મઝા ને માણું,
કે હાથમાં રાખી હાથ તને હું માણું ?
તારી પ્રેમ ભરી સહજ વાતો ને માણું,
વાતો કરતા હોઠનાં વળાંક ને માણું ?
આંગળી નાં જાદુઈ સ્પર્શને હું માણું,
કે પછી આખે આખી તને હું માણું ??!!