નથી મનાવી શકતો હું મનને મારા,
ઘણું જ ચંચળ છે
ડૂબેલુ રહે છે બસ વિચારોમાં,
ખોવાઇ જાય છે સપનામાં
સ્થીર નથી થતું કદી પણ એ,
ઘડીમાં હા અને ઘડીમાં ના,
ક્યારેક ભાંગી પડે છે વિષાદમાં,
ક્યારેક હસે છે ખુશીથી
ક્યારેક બને છે કોમળ
પ્રેમના તાંતણે, સ્નેહના સથવારે
મનથી મળી ગયું મારું મન.