નજીવા કારણો નીંભર, મને બહુ વ્યસ્ત રાખે છે
નભે જે માત્ર અફવા પર મને બહુ..
હજારોવાર કીધું દેરને અંધેર ગણશો નહીં
છતાં જડ માન્યતાનાં ડર,મને બહુ..
રહ્યો છું આમ તો ઉપલબ્ધ કાયમ,કોઇપણ માટે
વધારેમાં વધારે, ઘર મને બહુ..
ફળી ગઇ એ દુઆને કોણ પાછી મૂલવે મિત્રો!
ફળી નહીં એ દુઆ અક્સર,મને બહુ...
પ્રહારો વક્ષપરનાં એટલા ઘાતક નથી નિવડ્યા
અધિકતર,પીઠનાં ખંજર મને બહુ..
ઉમંગે આદરેલા તો અનેકાનેક ઉજવ્યા,પણ
પરાણે પૂણ્યનાં અવસર મને બહુ..
નમી છું તો નમી છું માત્ર હું તો એક ઈશ્વરને
નમનથી રહી ગયા જે પર,મને બહુ વ્યસ્ત રાખે છે