Gujarati Quote in Shayri by Chudasama Pratikshaba G

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજીવા કારણોને અવગણી બહુ થાપ ખાધી છે
અમે ઘર આંગણે આડશ ચણી બહુ..
વળોટી ગઈ તરસ હદ એ હદે,કે વાત પૂછો મા
કપાતર ઝાંઝવાને જળ ગણી બહુ..
પ્રથમ વરસાદ સમજ્યા એ,કમોસમ માવઠું નીકળ્યું
કરીને ખુદ કટાણે વાવણી બહુ..
ફળે છે સહુની તો ફળશે મારી,એ ગણતરીએ
અધૂરા સપને ઈચ્છાઓ જણી બહુ..
હતું કે બહુ પચાવ્યા છે તો આ વખ પણ પચી જાશે
ભરોસામંદ હાથે લઈ કણી,બહુ..
રહ્યું નહીં ભાન કે, ષડયંત્ર છે મતલબવસ્તીનું
હરખમાં ને હરખમાં હા ભણી બહુ..
ભલેને લોકલાજે પણ,હતું કે દોડશે દોસ્તો
ગળું ખેંચી ચીસો પાડી ઘણી,બહુ થાપ ખાધી છે..prit's Ba

Gujarati Shayri by Chudasama Pratikshaba G : 10480
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now