હકથી વધારે કઈં જ મેં માગ્યું નથી
મારા પછી, બીજું કશું તાગ્યું નથીહા, એક-બે અપવાદ છે પણ એ પછી
કઈં જિંદગીના પોત પર ટાંક્યું નથી શું થાત જો રહી જાત સઘળું યાદ તો?
સારૂં થયું કે યાદ કઈં રાખ્યું નથી સપનાં ય જોયાં છે, ગજું જોયા પછીફળ એટલે અતિરેકનું ચાખ્યું નથી સહુની સમસ્યા આમ તો સરખી જ છે
ટાળી શકે, એ કોઈએ ટાળ્યું નથી..પીવી પડે છે છાશ પણ ફૂંક્યા પછી
છે કોણ એ, જે દુધથી દાઝ્યું નથી?સંધાય તો પણ તડ નિશાની છોડશે
તેથી, કશું તૂટ્યા પછી સાંધ્યું નથી !