ચેહરાની પરિભાષા
ક્યાંક અંકિત છે રેખા કોઈ, ક્યાંક છલકાય ભાવ,
ક્યાંક હાસ્યની સરિતા વહે છે, ક્યાંક ઊંડો ઘાવ.
આમ જોઈએ તો ફક્ત છે, માંસ-રક્તનું આવરણ,
પણ અંદર છે છુપાયેલું, અનેક લાગણીનું આવરણ.
ચહેરાની આંખોમાં ક્યારેક છલકે છે સપનાઓ
ક્યારેક એ જ આંખો ભીની કરે, પીડાથી બધી સપનાઓ.
હોઠ ક્યારેક મૌન હોય છે, ને ક્યારેક ગીત ગાય,
હર પળ એક નવી વાત કહે છે, પળે ગીત મજાનું ગાય.
નાક, કાન ને કપાળની છે સુંદર રચના,
પણ દરેક વળાંકમાં છુપાઈ છે, જીવનની સંરચના.
ભલે બદલાય ઉંમર સાથે, રંગ રૂપ ને આકાર,
પણ ઓળખ બનીને રહે છે સદા "સ્વયમ’ભુ” ચેહરો નિરાકાર.
- અશ્વિન રાઠોડ - ”સ્વયમ’ભુ”