" દિલની વાત "
ક્યાં કોઈ 'દી, કોઈનું પણ કૈં મેં લીધું છે?
કાયમ બધાંને કંઇક ને કંઇક મેં દીધું છે;
એણે કહ્યું હતું કે પ્રેમ નથી તારાથી તો,
ત્યાર પછી તો ક્યાં મેં કાંઈ પણ કીધું છે?
જોયાં વરસો બાદ આંસુ ભરેલી આંખે,
તો, વિચારું છું કે એ છે કે કોઇ બીજું છે;
ચડ ઊતાર જીવનનાં થયા એક સમાન,
જુવો દિલ આજે ધબકી જ રહ્યું સીધું છે;
ઊડી જાશે ક્યારે કોને એ ખબર? "વ્યોમ"
જીવન એ બીજું કૈં નૈ બસ ઝાકળ બીંદુ છે;
✍:- વિનોદ મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર