સંધ્યા
આથમણે આથમતો સૂરજ જોવો,
ઊંચેરા આકાશેે લાગે અનેરો!
ઉષા-સંધ્યા એ આવે આછેરી વાદળી,
આવીને એ તેને કેવો રે ઢાંકે!
ઉષા એ ઉગતા સુરજ ના કિરણો,
વાદળીની આરપાર કેવા રે દિઠે!
ફરી સંધ્યાએ ગાઢ થઈને આવી રે વાદળી,
ઢળતા સુરજના જાણેે કિરણોને રોકે!
ખીલી સંધ્યા ને કેવા રંગો ખીલ્યા,
વિખેરાઈ વાદળી ને કેવા આકારો ખીલ્યા!
સવાર ને સાંજે આવે કેવા વિમાન,
વાદળીના આકારમાં કેવી લીટી એ પાડે!
ઊંચેરા આકાશે ભરી ઉંચી ઉડાન,
કલરવ કરીને કરે પ્રભુ નું ગાન!