ૐ નમ: શિવાય
જુદો છે મારો ભોળો, અલગ છે મારો ભોળો,
કૈલાસ પર બેઠો ભોળો, ગળે સર્પ રાખતો ભોળો,
ઝેરને ગળી જતો ભોળો, માથે ચંદ્ર શોભતો ભોળો,
જટામાં ગંગાવાળો ભોળો, હાથમાં ત્રિશૂળધારી ભોળો,
જુદો છે મારો ભોળો, અલગ છે મારો ભોળો,
પાર્વતીનો પતિ ભોળો, ગણેશ-કાર્તિકેયનો પિતા ભોળો,
ભસ્મથી શોભતો ભોળો, નંદી પર જતો ભોળો,
ડમરૂ વગાડતો ભોળો, તાંડવ કરતો ભોળો,
જુદો છે મારો ભોળો, અલગ છે મારો ભોળો,
પિનાક ધનુષધારી ભોળો, પરશુવાળો ભોળો,
બધાનો પ્રિય ભોળો, ઇચ્છીત વરદાન દેતો ભોળો,
ત્રિનેત્રધારી ભોળો, મારો બધાનો પ્રિય છે ભોળો..
મનોજ નાવડીયા