ખુલ્લાં મનથી વાતો કરનારા માણસો,
હ્દયમાં ઉંડે સુધી બેસી જાય છે,
બોલે મુખેથી બે જ સાચાં શબ્દો,
હૃદયને સ્પર્શી સ્મિત આપી જાય છે,
એમની વાતોને ધ્યાનમાં લઈ લેવાથી,
જીવનો રસ્તો ખુલ્લો થઈ જાય છે,
ત્યાગ, સમર્પણ, ધ્યાન આવું ઘણું છે,
જીવ સ્વીકારે તો પ્રાપ્તિ મળી જાય છે.
મનોજ નાવડીયા