....." તું ગઝલનો પર્યાય છે "*
તું જ તો મારી ગઝલનો પર્યાય છે;
તારા સ્મરણ વિના ક્યાં લખાય છે?
તું જ મત્લામાં ને મક્તામાંય તું છે;
ગઝલમાં શેર પણ તારા કહેવાય છે;
તારા ખયાલ, ખ્વાબ ને હાસ્ય પણ,
એક એક કરીને એમાં સચવાય છે;
કામણગારી અદાથી આલેખાય છે;
ને, એ સુરમ્ય આંખોથી વંચાય છે;
"વ્યોમ" હૃદયની લાગણીઓ પણ,
શબ્દો બની કાગળ પર ઠલવાય છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.