Gujarati Quote in Blog by Parmar Mayur

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏આજે ખુદનાં કબાટની સાફસફાઇ કરતા ઘણી જ જુની વસ્તુઓ સાથે કંઈક અલગ હાથ લાગ્યું.

નવું કશું જ નહીં! બસ, ત્યાં એક ખુણામાં પડેલી જુની ડાયરી હાથોહાથ લાગી.

હૈયામાં ખુબ જ ઉંડે દફન થયેલું એક આખેઆખું અસ્તિત્વ પાછું જીવંત થવા લાગ્યું.

તેને જોતાં જ આંખો થોડી આમતેમ ભટકી પાછી એક થઇ એક ખુણે ભીની થવા લાગી.

મન જરાં આકુળવ્યાકુળ થઈને ભૂતકાળના સંસ્મરણો માં પોહચી ગયું.

આંખોની કીકીઓ થોડી આમતેમ ફરીને એક ખુણે ભીની થઇ.

એક પાનું જેવું ખોલ્યું ત્યાં જ આજની ઈરછાઓની અતૃપ્ત છબી જીવંત થઇ.

પ્રથમ પાનું ત્વરિત બંધ પણ હવે શું?
યાદોનાં પાનો ફડફડ મનમાં ઉડ્યા.

નથી ખોલવું પાનું પણ મનનો મક્કમ સંકલ્પ ક્યાં? આખરે એક પછી એક પાનાં ખુલવા લાગ્યા.

શાયરી,ગઝલ, કવિતા કે કોઈની ઝલક
શાહી સાથે શબ્દોમાં ઉપસવા લાગી.

સમયની કરવટ વિરુદ્ધ દિશામાં
પ્રયાણ કરવા લાગી.

જવાબદારી થી ભુલાયેલું શૈશવ, યૌવન ની મસ્તી એ દોસ્તોની યારી ખુબ જ યાદ આવવા લાગી.🦚🦚

Gujarati Blog by Parmar Mayur : 111955890
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now